ટંકારામાં વિકાસ ગાંડો થયો અને ઉજાલા અંધારા સાથે ભાગી ગઈ:ગ્રાહકો પરેશાન

- text


ટંકારામાં માં ઉડેલા ઉજાલા લેમ્પ બદલવા મુદ્દે વિદ્યાર્થી એકતા સંગઠન મેદાને

- text

ટંકારા:રાજ્યમાં સડસડાટ ગતિએ ભાગેલો વિકાસ ગાંડો થઈ ચુક્યો છે ત્યારે ટંકારામાં ઉજાલા યોજના અંતર્ગત આપવામાં આવેલા ગેરંટેડ બલ્બ ઉડી ગયા બાદ હવે આ બલ્બ બદલવા માટે અધિકારીઓ જવાબ દેતા ન હોવાથી ઉજાલા અંધારા સાથે ભાગી ગઈનું નવું સૂત્ર ગુંજતું થયું છે.
પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકામાં ઉજાલા યોજના અંતર્ગત લાખો લોકોએ બલ્બ અને પંખા લીધા હતા અને સરકારની નક્કી કરેલ એજન્સી દ્વારા ગેરંટી વાળા આ બલ્બ ઉડી જાય તો બલ્બ બદલવા ખાત્રી આપી પીજીવીસીએલના પ્રાંગણમાં જ ધંધો કર્યો હતો.
પરંતુ છેલ્લા ઘણા સમયથી ટંકારા પીજીવીસીએલ કચેરીમાં ઉજાલાનું વેચાણ બંધ થવાની સાથે બલ્બ બદલવાનું પણ બંધ કરી દેવાતા દરરોજ હજારો લોકો પેટ્રોલ બાળી બલ્બની ફરિયાદો લઈને આવે છે પરંતુ પીજીવીસીએલ કોઈ જવાબ આપતું નથી.
બીજી તરફ ઉજાલા યીજના સમયે વાહવાહી લૂંટનારા રાજકારણીઓ પણ આ સ્થિતિમાં મોઢે રૂમાલ બાંધી ફરી રહ્યા હોય બાપડી-બિચારી જનતાને ભોગવવાનો સમય આવ્યો છે.
જો કે માહિતી અધિકારના કાયદા હેઠળ પણ પ્રજાના પ્રશ્ને જવાબ નહિ આપનાર પીજીવીસીએલની શાન ઠેકાણે લાવવા હોવી વિદ્યાર્થી એકતા સંગઠન મેદાને આવ્યું છે ઉપરાંત આવનારી ચૂંટણી સમયે પણ લોકો ઉજાલા પ્રશ્ને શાશક પક્ષનો દાવ લેવા તૈયાર હોવાનું લોકો જણાવી રહ્યા છે.

 

- text