રાણેકપર પાસે નદીમાં નાહવા ગયેલા બે મિત્રો પૈકી એક નું ડૂબી જતા મોત

- text


વાંકાનેર : વાંકાનેર નજીક આવેલ વાકિયા ગામના બે મોમીન યુવકો નજીકમાં આવેલ મચ્છુ નદી પરના રાણેકપર કોઝવે પાસે નાહવા ગયા હોય તેમાં નહતી વેળાએ કોઈ કારણોસર બંને ડૂબવા લાગેલા જ્યાં સ્થનિક લોકોની મદદ વડે બંને પૈક્કી એક ને બચાવવામાં સફળતા મળી હતી જયારે બીજા યુવકનું મોત નીપજ્યું હતું.

- text

કરુણ બનાવ ની વિગત અનુસાર વાંકાનેર નજીકના વાકિયા ગામ અને રાણેકપર ગામ તે મચ્છુ નદીના સામસામા કાઠા પર આવેલા ગામો છે તેમાંથી વાકિયા ગામ માં રહેતા સોયબ અબ્દુલભાઈ શેરસીયા (ઉ.વ. ૨૦) તેમજ તેનો મિત્ર તોફીક વલ્લીમામદભાઈ મોમીન બંને સાથે ગામ નજીક મચ્છુ નદી પર આવેલા રાણેક પરના કોઝવે પાસે બપોરના સમયે નાહવા ગયા હતા.
આ કોઝવે પાસે નહતી વેળાએ કોઈ કારણોસર બંને યુવકો નદીમાં ડૂબવા લાગેલા, ત્યારે ત્યાંથી પસાર થઇ રહેલા લોકોએ મહા મુસીબતે બંને યુવકોને ડૂબતા બચાવ્યા હતા. જે પૈક્કી તોફીક ને ત્યાં જ ગામના લોકોએ પ્રાથમિક સારવાર કરતા હોશમાં આવી ગયેલ પરંતુ સોયબ ભાન માં ન આવતા તેને વાંકાનેર સરકારી હોસ્પીટલે સારવાર અર્થે લાવવામાં આવેલ. પરંતુ ફરજ પરના ડો. કઈ સારવાર કરે તે પહેલા તેનું પ્રાણ પંખેરું રસ્તા માંજ ઉડી ગયું હોય ડો. તેને મૃત જાહેર કર્યો હતો.
સોયબ તેના પરીવારમાં બે સંતાનોમાં એકનો એક પુત્ર હતો. અને ઢુવા માં કોઈ કારખાનામાં કામ કરી પરિવાર ને આર્થિક મદદ પણ કરતો હતો પરિવાર ના એકના એક પુત્ર નું આ રીતે મોત નીપજતા પરિવારના લોકો પર આભ ફાટ્યા સમાન પરિસ્થિતિ થઇ હતી.

 

- text