મોરબી જિલ્લામાં બ્લુ વેલ ગેમ પર પ્રતિબંધ

- text


મોરબીજિલ્લા કલેકટરનું જાહેરનામું

હાલ સમગ્ર દેશમાં ઈન્ટરનેટ પર બ્લુ વ્હેલ નામની ગેમએ તરુણોનો જીવ લીધો છે. આ ગેમ પહેલા બાળકોને ગેમ રમવા પ્રેરે છે બાદમાં ગેમના અંટિમ પડાવમાં આત્મહત્યા કરવા મજબુર કરે છે. આ જીવલેણ ગેમએ ધીમે ધીમે ગુજરાતતરફ પ્રણય કર્યું છે. તેથી મોરબી જિલ્લા કલેકટરએ સાવચેતીના ભાગરૂપે મોરબી જીલ્લામાં બ્લુ વ્હેલ ગેમ પર પ્રતિબંધ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
મોરબી જીલ્લા કલેકટર આઈ.કે.પટેલએ વધુમાં જણાવ્યું હતુંકે, વ્હેલ ગેમ ચેલેન્જ જેવા નામોથી સોશ્યલ મીડિયા તેમજ ઇન્ટરનેટના પ્લેટફોર્મનો ઉપયોગ કરી યુવાનોને આત્મહત્યા કરવા માટે મજબુર કરે છે. જેથી મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટને ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ (૧૯૭૪ નો બીજો અધિનિયમ) કાયદાની કલમ ૧૪૪ તથા ગુજરાત પોલીસ એક્ટના કલમ ૩૭ (૩) હેઠળ મળેલ સત્તા હેઠળ મોરબી જીલ્લામાં જાહેર સલામતી અને સુરક્ષાને લક્ષમાં રાખીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે અને બાળકોના જીવ જોખમમાં ન મુકાય એ હેતુથી ઇન્ટરનેટ પાર બ્લુ વ્હેલ ગેમ પર પ્રતિબંધ કરવાડો જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તેમજ મોરબી જીલ્લામાં કોઈપણ અન્ય વ્યક્તિ એવી ગતિવિધિમાં ભાગ લે છે તો તે મામલે નજીકના પોલીસ સ્ટેશનમાં લેખિત કે મોખિક જાણ કરવા જણાવવામાં આવ્યું છે. આ હુકમનો ભંગ કરનારને ભારતના ફોજદારી અધિનિયમ કલમ ૧૮૮ તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ ૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમ જાહેરનામાંમાં જણાવવામાં આવ્યું છે.

- text