મોરબીના આમરણ માં જુગારધામ ઉપર દરોડો: ચાર ઝડપાયા: બે શખ્સો નાસી છૂટ્યા

- text


મોરબી : મોરબીના આમરણ ગામે પોલિસે જુગારધામ ઉપર દરોડો પાડી ચાર શખ્સોને ઝડપી લીધા હતા. આ દરોડામાં બે શખ્સો નાસી છૂટતા પોલીસે એમને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના આમરણ ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસે દરોડો પડતા જુગાર રમી રહેલા આરોપી મેહુલ મહાદેવ કાસુન્દ્રા, મેહુલ રમેશભાઈ કાસુન્દ્રા, જાકીર હુશેન મહમદ બુખારી અને પ્રેમજી નારણ પરમારને રોકડ રકમ રૂપિયા ૨૪,૨૫૦ જપ્ત કરી ચારેય શખ્શો વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
આ રેડ દરમિયાન આરોપી રફીક અશરફ બુખારી અને ગુલામ હુશેન અશરફ બુખારી રહે. બંને આમરણવાળા નાસી જતા તેને ઝડપી લેવા તપાસ ચલાવી છે.

- text