મોરબીમાં યુવતીની છેડતી : ફરિયાદ નોંધાઇ

- text


મોરબી : મોરબીનાં સામાકાઠે આવેલા આનંદનગરમા રહેતી યુવતીએ બી ડિવિઝન પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી કે,ગત તા. 8નાં રોજ પોતાના એક્ટિવા સ્કુટર પર લાલપર ગામે આવેલી એચ.ડી.એફ.સી. બેન્કમા પોતાનો ચેક જમા કરીને પાછી ફરી રહી હતી. તે સમયે રસ્તામા તેના સ્કુટરની આડે આરજે 07 એસટી 3185 નંબરનાં બાઈક સવાર શખ્સે બાઈક વચ્ચે નાખીને યુવતીની છેડતી કરી હતી. આથી યુવતીએ અા બાબતે બાઈક સવાર અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોઁધાવતા પોલીસે તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text

- text