સરવડ ગામ નજીક સામસામે બે બાઇક અથડાતા ત્રણને ઇજાઓ

- text


માળિયા મીયાણા : સરવડ મોટાભેલા રોડ ઉપર સામસામે બાઇક અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમા એકની હાલત ગંભીર હોવાથી 108 મારફતે વધુ સારવાર માટે ત્રણેયને મોરબી ખસેડાયા હતા

મળતી માહિતી અનુસાર સરવડ મોટાભેલા માર્ગ અકસ્માત જોન બની ગયો છે જેની વારંવાર રજૂઆત કરાઇ છતાપણ રોડની બને સાઇડ વધી ગયેલ બાવળની જોળીઓ અને બિસ્માર રોડની હાલતને લઇને વારંવાર રજૂઆત કરાઇ છે છતાપણ આજ દિન સુધી નથી રોડની મરામત કરાઈ કે સાત વર્ષથી વધુ સમય વિતવા છતા રોડનુ કોઈ કામ થયુ રોજબરોજ નાના નાના અકસ્માતો બનતા જ હોય છે જેમા હમણા રસ્તાઓ માં જાળી વધી જવાથી રસ્તા વચ્ચે રોજ ઉતરતા બે સગાભાઇઓ નો અકસ્માત થયેલ તો નાનાભેલા ગામના દુકાનદાર રોડના ખાડા તરાવવા જતા પડી ગયેલ અને ગંભીર ઈજાઓ થઈ હતી આવી જ રીતે અશ્વિન ચાવડા નામનો દલિત યુવાન પણ ઘવાણો જે નાના નાના અકસ્માતમાં લોકો દવાખાને સારવાર લઇને પાટાપીંડી કરાવી લેતા હોય છે જેની કોઈ સરકારી ચોપડે નોધ નથી હોતી
આજ રોજ પોતાનુ બાઇક gj03 ep 1096 લઇને ખેતરે જતા વિશ્ર્વાસ હસમુખ ભાઇ પટેલ ઉ.વર્ષ 19 રહે. મોટાભેલા અને સામેથી આવતા દેરાળા ગામના બાબુભાઈ કોળી ઉ.વર્ષ 65 રહે દેરાળા (માળિયા મી) બાઇક નં gj3 nn 3094 તથા તેમની સાથે અજાણ્યા વૃધ્ધ સાથે સામસામે રોડના ખોડા તારવવા જતા બાઇક અથડાતા વિશ્ર્વાસ પટેલ અને બાબુભાઈ કોળીને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમને 108 દ્વારા વધુ સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલે ખસેડાયા હતા જેમાથી વિશ્ર્વાસ પટેલની હાલત ગંભીર હોવાનુ જાણવા મળી રહેલ છે.

- text

- text