મોરબીમાં આવેલ રવાપર રેસિડન્સીમાં સ્વયંભૂ સફાઇ અભિયાન

- text


મોરબી : મોરબીનાં રવાપર ઘૂનડા રોડ પર સિદ્ધિ વિનાયક પાર્કમાં આવેલી રવાપર રેસીડેન્સીનાં રહીશોએ સોસાયટીમાં આવેલ બગીચામાં રવિવારે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું

- text

સરકારી તંત્રની રાહ જોયા વિના સાર્વજનિક પ્લોટમાં આવેલ ગાર્ડનમાં સોસાયટીના રહીશોએ સ્વયંભૂ આ અભિયાન આદર્યું હતું. સોસાયટીમાં આવેલ ગાર્ડનમાં પ્લાસ્ટિક, સૂકાં પાન, વધારાનું ઘાસ ઊગી નીકળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ બગીચામાં દરરોજ સવાર સાંજ વોકિંગ કરવા લોકો આવે છે તેમજ બાળકો અને વૃદ્ધો પણ આનંદ કિલ્લોલ કરે છે. આ પ્રદૂષણની તેઓના સ્વાસ્થ્ય પર અસર ન થાય અને વાતાવરણ શુદ્ધ રહે તેવા ઉમદા આશયથી આ અભિયાનમાં નાના-મોટાં આબાલવૃદ્ધ સૌ કોઈ જોડાયા હતાં. સફાઇને અંતે નાનાં બાળકોને હાથ ધોવાની યુનિસેફ દ્વારા માન્ય પધ્ધતિનાં સ્ટેપ પણ શીખવવામાં આવ્યાં હતાં. સૌ બાળકોએ કચરો ન કરવાનાં અને કચરો કચરાપેટીમાં જ નાખવાનાં શપથ લીધાં હતાં.
મહાત્મા ગાંધી સ્વચ્છતા અભિયાન મિશન અંતર્ગત સમાજનાં લોકો પોતાના જ ઘરથી શરૂઆત કરે અને આ રીતે લોક જુવાળ ઉભો થાય તો જ સ્વચ્છ ભારતનું સપનું સાકાર થાય એવો સંદેશ સમાજનાં લોકોને સૌએ આપ્યો હતો.

 

- text