મોરબીના લાભનગર નજીક નદીમાં કોલગેસનો કદળો ઠાલવતું મેટાડોર ડિટેઇન

- text


બી ડિવિઝન પોલીસે આરટીઓ અને પોલ્યુશન કંટ્રોલબોર્ડને રિપોર્ટ કર્યો
મોરબી
મોરબી બી ડિવિઝન પોલીસ મથકનાપોલીસ ઇન્સ્પેકટર લીલાએ ગુરુવારે મોડીરાતે લાભનગર નજીક નદીમાં કોલગેસ પ્લાન્ટના ગેસીફાયરનું ઝેરી કેમિકલ છોડી રહેલા મેટાડોર કમ ટેન્કરના ચાલકને રંગે હાથ ઝડપી લેતા ચકચાર જાગી છે.
જાણવા મળતી વિગતો મુજબ ગુરુવારે રાત્રે નાઇટ રાઉન્ડ દરમ્યાન લાભનગર પાસે નદીના કાંઠે ગેસીફાયર નું ગંદુ પાણી ઠાલવતા મેટાડોર ટેન્કર GJ-03-AX – 9069 ને બી ડિવિઝન પોલીસે ડીટેઇન કરી આ ઝેરી કદળો ક્યાં સીરામીક કારખાનમાંથી કાઢવામાં આવ્યો હતો તે સહિતની બાબતોની તપાસ માટે કાર્યવાહી હાથ ધરી છે.
વધુમાં આ મેટાડોર ટેન્કર ચાલક કિશોર ધનજી ટીમરીયા ટંકારા તાલુકાના ખીજડિયા ગામનો હોવાનું બહાર આવ્યું છે એ મામલે ટંકારા બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેકટરશ્રી લીલાએ રંગે હાથ ઝેરી કેમિકલ છોડતા ઝડપાયેલા ટેન્ક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી અર્થે પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ રીજીયોનલ કચેરી મોરબી તેમજ આરટીઓને જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે.

- text

- text