મચ્છુ 2 ડેમમાં પાણીની આવક વધતા : આઠ દરવાજા 3 ફૂટ ખોલાયા

- text


મચ્છુ 1 ડેમ હાલ 0.49 મીટરે ઓવરફલો થઇ રહ્યો છે

મોરબી : મોરબી જિલ્લામાં વરસાદનું જોર ઘટ્યું છે. પરંતુ ચોટીલા સહિતના ઉપરવાસમાં સારા વરસાદના પગલે મચ્છુ – 2 ડેમમાં પાણીની આવકમાં વધારો થતા હાલ મચ્છુ 2 ડેમના 8 દરવાજા જે પેહલા 2 ફૂટ સુધી ખુલ્લા હતા તેને વધારીને 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. હાલ ડેમના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ મચ્છુ 2 ડેમ માંથી પ્રતિ સેકેન્ડે 15550 કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. અને વાંકાનેર પાસેનો મચ્છુ -1 ડેમ હાલ 0.49 મીટરે ઓવર ફ્લો થઇ રહ્યો છે. જયારે મચ્છુ નદીમાં 15550 કયુસેક પાણી છોડતા હાલ નદી બે કાંઠે વહી રહી છે. જેથી લોકોને નદીના વિસ્તારમાં ન જવા તાકીદ કરવામાં આવી છે.

- text

- text