ઋત્વિજ પટેલના હોર્ડિંગો પર કાળી શાહી લગાવાઈ : કાર્યક્રમમાં પણ વિરોધની સંભાવના

- text


શાહી લગાવાની ઘટના પાટીદાર યુવાનોમાં ઋત્વિજ અને ભાજપ વિરોધમાં રહેલા રોષના પડઘા : મનોજ પનારા

મોરબી : મોરબીમાં આજે પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ ઋત્વિજ પટેલની હાજરીમાં રોડ શો અને સભા યોજાવાની છે. આ માટે મોરબી શહેરમાં ઠેર ઠેર ઋત્વિજ પટેલને આવકારતા હોર્ડિંગ લગાવામાં આવ્યા છે. તેમાં નવા બસ સ્ટેન્ડ નજીક ઋત્વિજ પટેલને આવકારતા હોર્ડિંગમાં ઋત્વિજ પટેલના ફોટો પર કોઈ કાળી શાહી લગાવી જતા ચકચાર મચી ગઈ છે. બીજી બાજુ ઋત્વિજ પટેલના રોડ શોના સમયે જ પાસ દ્વારા રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ હાર્દિક પટેલની ધરપકડના વિરોધમાં આવેદન પત્ર આપવાની જાહેરાત કરાઈ છે. જોકે ઋત્વિજ પટેલની મોરબીમાં સભામાં ને લઈને પોલીસ દ્વારા પાસના આગેવાનોને નજર કેદ કરી કહેવામાં આવ્યા નું જાણવા મળી રહ્યું છે. ત્યારે મોરબી જિલ્લા પાસ સમિતિના કન્વીનર મનોજ પનારાએ મોરબી અપડેટ સાથે ટેલિફોનિક વાત ચિતમાં જણાવ્યું હતું કે અમારો આવેદન આપવાનો કાર્યક્રમ યથાવત છે. અને પોતે પોલીસની નજર કેદમાંથી છટકીને અજ્ઞાત સ્થેળે વયા ગયા છે. જયારે ઋત્વિજનાં પોસ્ટરો પર કાળી શાહી લાગવાની ઘટના અંગે મનોજ પનારાએ જણાવ્યું હતું કે આ ઘટના પાટીદાર યુવાનોમાં ઋત્વિજ અને ભાજપ વિરોધમાં રહેલા રોષના પડઘા છે.

- text

- text