સિદ્ધિ વિનાયક કા રાજામાં આજે ભાજપના પ્રદેશ યુવા પ્રમુખ ઋત્વિજ પટેલના હસ્તે મહાઆરતી

- text


મોરબીના મહેમાન બનેલા ઋત્વિજ પટેલને અનોખો આવકાર આપશે ગણેશોત્સવ સમિતિ : ઓમ પાર્ટીપ્લોટથી રામોજી ફાર્મ સુધી 500 કાર્યકર્તાઓ દ્વારા થશે ભવ્ય સ્વાગત

મોરબી : આજે મોરબીના મોંઘેરા મહેમાન બનેલા પ્રદેશ ભાજપના યુવા પ્રમુખ ડૉ.ઋત્વિજ પટેલનું સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશોત્સવ સમિતિ દ્વારા અભૂતપૂર્વ સ્વાગત કરી તેમના હસ્તે મહા આરતી કરાવવામાં આવશે.
મોરબીના લીલાપર રોડ પર રામોજી ફાર્મમાં બિરાજેલા સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશોત્સવમાં આજે ભારતીય જનતા પક્ષના પ્રદેશ યુવા પ્રમુખ ડો.ઋત્વિજ પટેલ મહેમાન બનનાર હોય તેમના અનોખા અને અદભુત સ્વાગત માટે તડામાર તૈયારી કરવામાં આવી છે, આયોજક અરવિંદભાઈ બારૈયાના જણાવ્યા મુજબ ડો.ઋત્વિજ પટેલને આવકરવા ગણેશ મહોત્સવ સમિતિના 500 યુવાનો ઓમ પાર્ટી પ્લોટથી રામોજી ફાર્મ બાપાના પંડાલ સુધી કતાર બંધ ઉભા રહી તેઓને આવકારશે અને આતશબાજી,અબીલ-ગુલાલની છોળો વચ્ચે ફૂલોથી અનોખા અંદાજમાં સ્વાગત કરશે.
વધુમાં અરવિંદભાઈએ ઉમેર્યું હતું કે ગુજરાતના નંબર વન ગણેશોત્સવ સિદ્ધિ વિનાયક કા રાજાના મહેમાન બની પધારી રહેલા ડો.ઋત્વિજ પટેલના આવકારને વધાવવા માટે જામનગરના પ્રખ્યાત 30 ઢોલી બોલાવવામાં આવ્યા છે તેમજ આતશબાજી અને અન્ય થીમ મુજબ તેમને આવકારવામાં આવશે. બાદમાં પંડાલ ખાતે સ્વાગત કરી તેમના હસ્તે સાંજે મહાઆરતી કરવામાં આવશે આ તકે સાંસદસભ્ય મોહનભાઇ કુંડારીયા,કચ્છના સાંસદ વિનોદ ચાવડા ,ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સહિતના મહેમાનો પણ હાજર રહેનાર હોવાનું તેમણે અંતમાં જણાવ્યું.

- text

- text