વાંકાનેર : સરકારી જમીનમાં દબાણની ફરિયાદ કરનાર પર અધિકારીઓની હાજરીમાં હુમલો

- text


મોરબી : વાંકાનેર તાલુકાના ગાંગિયાવદરમાં સરકારી ખરાબાની જમીન પર મકાન બનાવનાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ કરનાર વ્યક્તિ પર અધિકારીઓની હાજરીમાં હુમલો થતા ચકચાર જાગી છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર ના ગાંગિયાવદર ગામે ચોથા રવજી સાહિતનાઓએ સરકારી ખરાબાની જમીનમાં દબાણ કરી મકાન બનાવી લેતા આ મામલે પાંચાભાઈ વસરામભાઈ ધરજીયાએ મામલતદાર કચેરીમાં ફરિયાદ કરી હતી. જેને પગલે દબાણ અંગે સર્કલ ઓફિસર અને ટીડીઓ સ્થળ તપાસ માટે આવતા આ સમયે ફરિયાદીને પંચરોજકામ માટે બોલાવ્યા હતા એ સમયે આરોપી ચોથા રવજી,શૈલેષ ચોથા અને વિરમ રવજીએ ફરિયાદી પાંચાભાઈ પર અધિકારીઓની હાજરીમાં કુહાડી વડે હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ બાબતે વાંકાનેર પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text