આજે ફ્રેન્ડશીપ ડે છે…ત્યારે મોરબીના બે અલગ અલગ ધર્મના મિત્રોની સાચી દોસ્તીની કહાની

- text


મોરબીના બે હિન્દુ મુસ્લીમ ડોકટરો વચ્ચે મૈત્રીનો પોતીકો સબંધ : સુખ કરતા દુખના વધુ ભાગીદાર

કોલેજકાળ પછી પણ 21 વર્ષે મિત્રતા અડીખમ : મૈત્રીની સુવાસ બનેંના પરિવારોમાં ફેલાય : ભાઈચારાને વધુ મહત્વ આપીને બને મિત્રો તહેવારો તથા પ્રસગો સાથે ઉજવીને બંને ધર્મનો આદર કરે છે

મોરબી : ” દોસ્તીને કોઈ ધર્મ હોતો નથી. દોસ્તીનો પવિત્ર સબંધ તો ઈશ્વર અલ્લાહને આપેલો અમુલ્ય ખજાનો છે. દોસ્તીમાં સુખ કરતા દુખમાં વધુ ભાગીદાર રહેવાનું હોય છે. દોસ્તી એટલે મિત્ર પ્રત્યેની સમર્પણ ભાવના છે. એટલે જ અમે ભાઈચારાની ભાવનાને વધુ મહત્વ આપી સુખ કરતા દુઃખમાં એકબીજાની પડખે મદદરૂપ થવા ઉભા રહીને તહેવારો તથા પ્રસંગો સાથે ઉજવીને ધર્મનો આદર કરીએ છીએ ” આ શબ્દો છે મોરબીના બે હિંદુ – મુસ્લીમ ડોક્ટર મિત્રોના. કોલેજ કાળથી બને વચ્ચે મૈત્રીનો સબંધ બંધાયા બાદ દોસ્તીની સુવાસ બંનેના પરિવારો સુધી પોહચી બંનેના પરિવારજનો પણ હળીમળીને રહીને સુખ દુઃખના ભાગીદાર બને છે.
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા ડોક્ટર પ્રવીણભાઈ બરાસરા અને મૂળ મોરબીના અને હાલ મુદ્રા અદાણી ફાઉન્ડેશનમાં મેડીકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો. મનસુરભાઈ પીલુડીયા વચ્ચે કોલેજ કાળમાં દોસ્તીનો ૫વિત્ર સબંધ બંધાયો હતો. વર્ષ ૧૯૯૬માં જામનગર આર્યુવેદીક કોલેજમાં એડમિશન વખતે બંનેનો પરિચય થયો અને બને ડોકટરો એક ક્લાસમાં સાથે ભણતા હોવાથી થોડા સમયમાં બંને વચ્ચે અતુટ મૈત્રીનો સબંધ રચાય ગયો. કોલેજ કાળથી બંને વચ્ચે રચાયેલો દોસ્તીનો સબંધ આજે 21 વર્ષે પણ અડીખમ છે. આ અંગે ડો.મન્સુર પીલુડીયા કહે છે કે, એક ક્લાસમાં અમેં સાથે ભણતા હતા તે વખતે અમારા વચ્ચે દોસ્તીની ગાંઠ વધુ મજબૂત થઈ હતી અને એકબીજાના ઘરે આવતા જતા તેથી અમારા બને પરિવારોમાં આત્મીયતાનો નાતો બંધાઈ ગયો છે. હવે તો અમે બંને અમારા પરિવાર સાથે બહાર ફરવા જઈએ છીએ. અમારી વચ્ચે ભાઈચારો એવો કેળવાઈ ગયો છે કે, અમારી વચ્ચે હિંદુ કે મુસ્લીમ હોવાનો ક્યારેય અણસાર આવ્યો નથી. મારા ઘરે મુસ્લિમ વિધિ મુજબ મારા લગ્ન લેવાયા ત્યારે ડો.પ્રવીણએ મારા પરિવારના સદસ્યોની જેમ આખા પ્રસંગની જવાબદારી ઉપાડી લીધી છે. અને તેમના ઘરે હિંદુ વિધિ મુજબ ધાર્મિક કાર્ય હોય તો એમાં હું મારા પરિવાર સાથે હાજર રહું છું અને તમામ હિંદુ વિધિમાં શ્રદ્ધાભેર જોડાવ છું. એકબીજાના ગમા અણગમાને સારી રીતે જાણીએ છીએ. હું મુંદ્રા હોઉં તો પણ અમે બને મિત્રો વ્યસ્તતામાં સમય કાઢીને મળતા રહીએ છીએ, તેઓં વધુ ઉમેરે છે કે દોસ્તી એ તો ઈશ્વર અને અલ્લાહે આપેલું શ્રેષ્ઠ વરદાન છે. એને અમે જીવનભર આ વરદાન થી વળગી રહીશું

- text

રમખાણ વખતે માનવતાનો ધર્મ બજાવ્યો
ડો.પ્રવીણ બરાસરા કહે છે કે મારી અને મન્સુરની દોસ્તીને શબ્દોમાં વર્ણવી અશક્ય છે. મન્સુર મારો ભાઈ છે. અમારી સાથે અમારા બંને પરિવારજનો વચ્ચે પણ એક અનેરો અતૂટ બંધન છે. ડો.પ્રવીણ બરાસરા એક પ્રસંગને યાદ કરતા કહે છે કે વર્ષ ૨૦૦૨માં મારા લગ્ન હતા અને તે વખતે ગોધરાકાંડને કારણે રમખાણ થયું હતું. મારા લગ્નના દિવસે જ મોરબીમાં વાતાવરણ તંગ થઇ ગયું હતું. ભારે અફડાતફડીનો માહોલ હતો. આ સમયે ડો.મન્સુર પીલુડીયાએ અશાંતિના મહોલમાં જરાય વિચલિત થયા વગર મારા લગ્નમાં આવેલા મારા તમામ મિત્રોને પોતાના ઘરે સાચવીને માનવતાનો ઉંમદા ધર્મ બજાવ્યો હતો.

- text