સરકારના એસ્માના પરિપત્રની હોળી કરતા મોરબી પાલિકાના કર્મચારીઓ

- text


સરકારે નગરપાલિકાની સેવાઓ આવસ્યક સેવા જાહેર કરતા કર્મચારીઓ લાલઘૂમ

મોરબી : રાજ્ય સરકારે નગરપાલિકાની સેવાઓને આવશ્યક સેવા જાહેર કારિયા સેવા ખોરવાય તો એસ્મા હેઠળ પગલાં ભરવા પરિપત્ર કરતા સરકારના આ નિર્ણયના વિરોધમાં આજે પાલિકા કર્મચારીઓ દ્વારા સરકારના પરિપત્રની હોળી કરવામાં આવી હતી
નગરપાલિકા કર્મચારીઓની સંભવત; હડતાળને ધ્યાને લઇ રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે નગરપાલિકાની ગટર,સફાઈ,પાણી,લાઈટ અને ફાયર બ્રિગેડ સહિતની સેવાઓ ને તારીખ 15 જુલાઈથી આવશ્યક સેવા હેઠળ લઇ લેતા પાલિકા કર્મચારીઓ રોષે ભરાયા છે.
આજે મોરબી પાલિકાના કર્મચારીઓ દ્વારા સરકારના આ પરિપત્રની નગરપાલિકા ખાતે જાહેરમાં હોળી કરી વિરોધ પ્રદર્શન કારવામા આવ્યું હોવાનું કર્મચારી મહામંડલના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

- text