રામનાથ કોવિન્દ રાષ્ટ્રપતિ પદે ચૂંટાઈ આવતા ફટાકડા ફોડી જીતની ઉજવણી કરતુ મોરબી જિલ્લા ભાજપ

- text


મોરબી: રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં આજે મતગણતરી બાદ એનડીએના ઉમેદવાર રામનાથ કોવિન્દ 65 ટકા મત મેળવી વિજેતા બનતા મોરબી જિલ્લા ભાજપ દ્વારા આજે તેમની જીતને વધાવવા આતશબાજી કરી એક બીજાના મો મીઠા કરાવ્યા હતા.

- text

આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, બક્ષીપંચ મોરચા પ્રમુખ જેઠાભાઇ મિયાત્રા,ખજાનચી પ્રભુભાઈ ભૂત,મહિલા મોરચા રમાબેન ગડારા,રવિભાઈ સનવડા,જ્યોતિસિંહ જાડેજા,મીડિયા ઇન્ચાર્જ વિજય લોખીલ, શારદભાઈ ડાભી સહિતના સેંકડો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
નવા એન.ડી.એ ના રાષ્ટ્રપતિ ના ઉમેદવાર રામનાથ કોવીંદે જીત મેળવતા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ફટાકડા ફોડી આતશબાજી કરવામાં આવી.

 

- text