મોરબી : ગટરના પાણી ઘરમાં ઘુસતા પાલિકાનો ઘેરાવ કરતી મહિલાઓ

- text


મહિલાઓએ પોણો કલાક હલ્લા બોલ ચાલું રાખતા અંત સફાઈ કર્મચારીઓને તાબડતોબ દોડાવાયા

મોરબી : મોરબી શહેરના કન્યાશાળા રોડ પર આવેલ ક્રિષ્નાપાર્ક-2 માં વગર વરસાદે આજે ગટરના પાણી ઘરમાં ઘુસી જતા રોષે ભરાયેલ મહિલાઓએ પાલિકામાં હલ્લાબોલ કરતા ચીફ ઓફિસરે તાત્કાલિક સફાઈ કર્મચારીઓને દોડાવવા પડ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજ્બ મોરબીના ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં ગટરના પાણી ઘરમાં ઘુસી જતા લોકોને રહેવું મુશ્કેલ બનતા આજે નગર પાલિકામાં 20 થી વધુ મહિલાઓનું ટોળું ધસી ગયું હતું પરનું પ્રમુખ કે ચીફ ઓફિસર પાલિકામાં હાજર ન હોવાથી મહિલાઓનો પીતો છટક્યો હતો અને સફાઈ વાહન ને ઘેરી લઇ હંગામો મચાવ્યો હતો.
દરમિયાન મામલાની જાણ ચીફ ઓફિસર રાડીયાને થતા તુરત જ ટેલિફોનિક સૂચના આપી સફાઈ કર્મચારીઓને ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં દોડાવતા મામલો થાળે પડ્યો હતો.

- text