મોરબી : રવિવારે વિનામૂલ્યે વૃક્ષોના રોપાનું વિતરણ કરાશે

- text


મોરબી શહેરને હરિયાળું અન લીલુછમ બનાવવા માટે સ્વૈચ્છિક સંસ્થાઓએ પ્રેરક કદમ ઉઠાવી આગામી સમયમાં સંસ્થાનાં સંયુક્ત ઉપક્રમે રવિવારે આશરે બે હજારથી વધુ વૃક્ષોના રોપાનું વિતરણ કરાશે.

મોરબીમાં પર્યાવરણ જતન માટે વર્ષોથી સક્રિય મયુર નેચરલ ક્લબ, વન વિભાગ, પ્રેસ ફ્રેન્ડસ ક્લબ, યુથ હોસ્ટેલ તથા ઈન્ડીયન લાઇન્સ ક્લબ દ્વારા ૯ જુલાઈ રવિવારનાં રોજ સવારે ૯.૩૦ કલાકે શનાળા રોડ ઉપર રામ ચોક પાસે સંદેશ બ્યુરો ઓફીસ નીચે વૃક્ષોનાં રોપાનું વિતરણ કરવામાં આવશે. જેમાં લીમડો, પીપળો, વડ, ગુલમહોર જેવા વૃક્ષોના આશરે ૨૦૦૦ હજાર રોપાનાં વિતરણ સાથે સાથે યોગ્ય જગ્યાએ આ વૃક્ષોના રોપા વાવવાનું માર્ગદર્શન પણ આપવામાં આવશે. આ વૃક્ષોનાં રોપા વિતરણ કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.

- text

 

- text