ધાર્મિક વસ્તુઓ ઉપર જીએસટી દૂર કરવા મોરબી વિહિપની માંગણી

- text


મોરબી : ધાર્મિક વસ્તુઓ ઉપર અગાઉ કોઈપણ જાતનાં કરવેરા લેવાતા ન હતા ત્યારે જીએસટીમાં ધાર્મિક વસ્તુઓને આવરી લેતા સરકારની આ નીતિનો ચોમેરથી વિરોધ થઈ રહ્યો છે. મોરબી વિ.હિ.પ.ના અગ્રણીઓએ ધાર્મિક વસ્તુઓ પર જીએસટી દૂર કરવાની માંગ કરી છે.

વિ.હિ.પ.મોરબી જિલ્લા સૌરાષ્ટ્ર પ્રાંતનાં અધિકારી રામનારાયણ દવેએ રાષ્ટ્રપતિ અને ભારત સરકારના નાણાંમંત્રીને રજૂઆત કરી હતી કે, અંગ્રેજોનાં સમયકાળ દરમિયાન જાતજાતનાં કર નાખતો હતો પરંતુ ધાર્મિક વસ્તુઓ પર લગાડ્યો ન હતો ત્યારે પ્રથમ વખત ભારત સરકારે ધાર્મિક વસ્તુઓ પર જીએસટી લગાડીને લોકોની લાગાણી દુભાવી છે. જો કે માસ મચ્છી ઈંડા પર જીએસટી લગાડ્યો નથી. ત્યારે ધાર્મિક વસ્તુઓ પર ભગવાનની પૂજા અર્ચનાની સામગ્રી હોવા છતાં, જીએસટી લગાડીને એકનો ગોળ બીજાનો ખોળ જેવી નીતિ અપનાવી છે. ધાર્મિક વસ્તુઓ ભગવાનની પૂજા અર્ચનામાં લેવાતી હોવાથી વસ્તુઓ પર તત્કાળ જીએસટી દૂર કરવાની માંગ કરી છે.

- text

 

- text