મોરબી : મવડા નાબુદી માટે સરકારે હકારાત્મક સંકેત આપ્યા !

- text


મોરબી વાંકાનેર અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટીની રચના બાદ મવડામાં આવતા તમામ ૩૬ ગામો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને મવડા સંપૂર્ણ નાબુદ કરવાની માંગ સાથે તમામ ૩૬ ગામોના સરપંચે આંદોલન શરુ કર્યું હતું જેના પગલે સરકારે નમતું જોખીને ૩૬ પૈકીના ૩૩ ગામોની બાદબાકી કરી હતી જોકે મોરબીના માધાપર, વજેપર અને ત્રાજપર એ ત્રણ ગામો અને બે નગરપાલિકા મવડા માં યથાવત રાખવામાં આવી હતી જેથી સતવારા વસાહતવાળા આ વિસ્તારના લોકો દ્વારા સતવારા સમાજના નેજા હેઠળ વિશાલ રેલી યોજવામાં આવી હતી અને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ૩૩ ગામોની બાદબાકી બાદ આ ત્રણ ગામોને મવડામાંથી મુક્તિની માંગ કરવામાં આવી હતી જે લડતને પગલે તાજેતરમાં ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતીયાની આગેવાનીમાં મોરબીના સતવારા સમાજના લોકો ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલને મળ્યા હતા. અને રૂબરૂ મુલાકાત કરીને ત્રણ ગામના આગેવાનોએ તેની સમસ્યાથી સરકારને વાકેફ કર્યા હતા. મવડાના ૩૬ માંથી ૩૩ ગામોની બાદબાકી કરીને બાકી રહેલા ત્રણ ગામોને હળાહળ અન્યાય કરવામાં આવ્યો હોવાની રજૂઆત કરવામાં આવી હતી જે મુલાકાત સફળ રહી હતી. રાજ્ય સરકારના ડેપ્યુટી સીએમ દ્વારા મવડા નાબુદી માટે સરકાર વિચારણા કરતી હોવાની ખાતરી આપવામાં આવી હતી.

- text

- text