મોરબી : લુંટાવદર નજીક ટ્રેઈલરે પોલીસની ટાટા સુમોને હડફેટે લીધી

- text


મોરબીના લુંટાવદર ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં આરોપી બીરબલસિંગ અજીતસિંગ યાદવ રહે. હાલ લખધીરપુર રોડ મૂળ બિહારવાળાએ પોતાના હવાલાવાળું ટ્રેઇલર નં જીજે ૦૩ એઆઈ ૪૫૪૧ વાળું રોંગસાઈડમાં પુરઝડપે ચલાવીને તાલુકા પોલીસની ટાટા સુમો નં જીજે ૦૩ જી ૧૯૮૨ સાથે ભટકાડી સુમોમાં નુકશાન કર્યું હતું. જે મામલે પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદને આધારે તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.⁠⁠⁠⁠

- text

- text