મોરબી મારામારીના બે બનાવ : એકમાં યુવાન પર છરીથી હુમલો : બીજામાં દુકાનમાં તોડફોડ

- text


યુવાન પર છરી વડે હુમલો

મોરબી : મોરબી સાવસર પ્લોટમાં રહેતા પૃથ્વી બાબુભાઈ પરમાર (ઉ.વ.૧૮) એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેને આરોપી કમલેશ બાબુભાઈ દેવીપુજક રહે. કાલિકા પ્લોટ મોરબી વાળાને પોતાનો મોબાઈલ આપેલ જે પરત માંગતા મોબાઈલ આપવા આરોપીએ આનાકાની કરી હતી અને તેને બેફામ ગાળો આપી આરોપી ચંગો દેવીપૂજકે તેને પકડી રાખી આરોપી કમલેશ દેવીપુજક તેને ડાબા પડખામાં છરીનો ઘા ઝીંકી દેતા યુવાનને ગંભીર હાલતમાં હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો જયારે હુમલાખોર બંને શખ્શો નાસી ગયા હતા.
જેતપર રોડ પર દુકાનમાં તોડફોડ
મોરબીના જેતપર રોડ પર પૂજા મિનરલ્સ પાસે કરિયાણાની દુકાન ધરાવતા નાની વાવડી ગામના રહેવાસી જયંતીભાઈ લાલજીભાઈ પડસુંબીયાએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી રવિપ્રકાશ રાજેશ્વરસિંગ અને દીપક એમપી બાજુનો રહે. બંને સીરઝા સિરામિક બેલા રોડ વાળાએ જેતપર રોડ પર આવેલી પૂજા મિનરલ્સમાં આવેલી કરિયાણાની દુકાનમાં લીધેલી વસ્તુના પૈસા માંગતા આરોપીઓએ પૈસા આપવા આનાકાની કરીને ધક્કામુકી કરી હતી જેથી દુકાનમાં પડેલી કાચની બરણી તૂટી જતા દુકાનદારને કાચ વાગ્યા હતા તે ઉપરાંત લાકડા વડે તેને દુકાનદારને માર મારી ઈજાઓ પહોંચાડી ગાળો આપ્યાની ફરિયાદ નોંધાવી છે. મોરબી તાલુકા પોલીસે બે શખ્શો સામે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

- text

- text