ટંકારા : મૂશળધાર વરસાદ : અડધા કલાકમાં એક ઈંચ

- text


ટંકારા શહેરમાં આજે વહેલી સવારે છ વાગ્યે ધમાકેદાર ગાજવીજ મેઘરાજા મન મુકીને ધોધમાર વરસ્યા હતા. જોતજોતામા અડધા કલાક જેટલા સમયમા એકાદ ઈચ જેટલુ વરસાદી હેત વરસતા ટંકારા સહિત આસપાસનાં વિસ્તારનાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

- text

અરબી સમુદ્ર પર થયેલા લો પ્રેશર બાદ ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સવારે મેઘરાજા પોતાના આગવા અંદાજમા કુદરતી હેત વહાવતા એકાદ ઈચ જેટલો વરસાદ નોંધાયો હતો. વહેલી સવારે આવેલા વરસાદને કારણે વાતાવરણમા ઠંડક પ્રસરી જવા પામી છે. હજુ પણ ગાજવિજ સાથે ઝરમર વરસાદ ચાલુ છે. ખેડુતો વધુ વરસાદની ચાતકની જેમ રાહ જોઈ વાવણી લાયક વરસાદ થશે તેવી આશા બાધી રહ્યા છે⁠.⁠⁠⁠

- text