મોરબી : સામાન્ય વરસાદમાં પણ વિજળી ગુલ થઈ જતા વેપારીઓનો દેકારો

- text


વીજતંત્રની હવાઈ ગયેલી કામગીરી અને બેદરકારીને કારણે વરસાદી ઝાપટામાં પણ મોરબીમાં અંધારાપટ

મોરબી : છેલ્લા ત્રણ દિવસથી રોજ સાંજ પડતા વરસાદી માહોલ છવાઈ જાય છે ત્યારે આજ સાંજે સૌરાષ્ટ્રના અમુક શહેરોમાં વાવઝોડા સાથે પવન ફૂંકાઈ મોરબીમાં પણ મેઘરાજાની પધરામણી થતા મોરબીમાં વિજતંત્ર દ્વારા શહેરના અમુક વિસ્તારમાં વીજળી ગુલ કરી નાખતા વેપારીઓ હેરાન થઈ ગયા હતા. વાવાઝોડા અને વરસાદ આવે ત્યારે વિજળીની ખાસ જરૂર પડે છે એ સમયે જ વિજળી ગુલ થઈ જતા ચોક્કસપણે વિજતંત્ર કેટલી હદે નિષ્ક્રિય છે તે જણાય આવે છે. હજુ તો ચોમાસાની આ શરૂઆત છે ત્યાં જો સમયસર વિજતંત્ર દ્વારા નિષ્ઠાપૂર્વક કામગીરી કરવામાં આવી હોતી તો વેપારીઓને હેરાનગતિનો સામનો ન કરવો પડતો તે પણ એક વાસ્તવિકતા છે. વરસાદના સમયે જ્યારે વિજ પુરવઠો ખોરવાઈ છે ત્યારે વિજતંત્ર દ્વારા ફોન રીસીવર પણ નીચે મૂકી દેવામાં આવે છે. આમ, વીજ તંત્રની બેદરકારીને કારણે મોરબીનાં વેપારીઓને હેરાન કરવામાં આવે છે તેવી ફરિયાદ ઉઠી રહી છે.

- text

- text