બગથળામાં બે મહિનામાં ૧૨ વ્યક્તિઓ ભેસિયા તાવનો શિકાર

- text


ગાય-ભેસ કે દુધની બનાવટથી ફેલાતા આ રોગનાં લક્ષણો સામાન્ય ડોકટરી ટેસ્ટમાં પકડતા નથી

મોરબી : છેલ્લા બે મહિનામાં ૧૨થી વધુ મહિલાઓ અને પુરુષોને મોરબી તાલુકાનાં બગથળા ગામે ભેસીયા તાવ તરીકે ઓળખાતા બૃસેલા રોગ થતા ચિંતાજનક માહોલ જોવા મળ્યો છે. ગાય કે ભેસમાં જોવા મળતા બૃસેલોસીસ બેકટેરિયાનો જન્મ દૂધ કે દુધની બનાવટનું સેવન કરવાથી થાય છે. બગથળા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ભેદી તાવનું પ્રમાણ વધી બૃસેલા તાવ દર્દીઓને હોવાની શંકા જણાય છે.
દર્દીઓને બૃસેલા તાવની શંકા જણાતા લેબોરેટરી ટેસ્ટ દરમિયાન આ રોગ હોવાનું સ્પષ્ટ થયું છે. શરૂઆતમાં એક બે બાદ ૧૨થી વધુ દર્દીઓમાં આ રોગના લક્ષણ જોવા મળ્યા હતા. જેમાંથી અમુક દર્દીઓ સાજા પણ થઈ ગયા છે. જ્યારે બીજા દર્દીઓની સારવાર ચાલુ છે. ગાય ભેસથી ફેલાતા આ રોગના નિયંત્રણ માટે રોગગ્રસ્ત ગાય-ભેસ શોધી આ રોગ વધુ ન ફેલાય તે માટે અટકાવો જરૂરી છે.

- text

- text