ટંકારા : બુથ વિસ્તારકમાં આવેલા ભરત પંડ્યાનાં વર્તનથી જનાક્રોશ જાગ્યો

- text


બુથ વિસ્તારક તરીકે આવેલા ભાજપ પ્રવક્તાએ પ્રજાનાં પ્રશ્નો અને સમસ્યા પર ધ્યાન ન આપવા ઉપરાંત પાટીદાર વિસ્તારમાં જવાનું ટાળ્યું

ટંકારા : પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી નિમિત્તે સરકારે ભાજપ કાર્યકરોને બુથ વાઈસ ફરી જનતાને સરકાર સ્કીમ અને યોજનાથી વિગતવાર માહિતગાર કરવાનું અભિયાન હાથ ધર્યું છે. જે હેઠળ પ્રદેશ ભાજપ પ્રવક્તા ભરતભાઈ પંડયા ગઈકાલે મહર્ષિ દયાનંદની જન્મભૂમિ ટંકારા આવ્યા હતા અને કાર્યકરો સાથે ટંકારાના જીવાપર વિસ્તારમાં મતદારો બે ધડી મળ્યા હતા પંરતુ પાટીદાર સમાજના ગઢ સમા એક પણ વિસ્તારમા જવાની હિંમત કરી ન હતી. આટલું જ નહીં પરંતુ વિસ્તારક યોજના હેઠળ પ્રદેશ ભાજપ પ્રવક્તા પંડ્યા ટંકારાના પ્રવાસે આવ્યા હતા ત્યારે તેઓને આગેવાનો દ્વારા ટંકારા બસસ્ટેન્ડ, રોડરસ્તા બાબતે રજૂઆત કરી હતી જેનો સસ્તો જવાબ એવો મળ્યો હતો કે, થઈ જશે. ઉપરાંત દયાનંદ સરસ્વતીની જન્મભૂમિને તિર્થ બનાવાની વાતો જ ન કરી. આ સિવાય તેઓને સરકારી કચેરીમાં નિયમોનું ચિરહરણ પણ દેખાયું ન હતું. ભાજપના સિનિયર પ્રવક્તા ભરત પંડ્યાના આ વલણથી ભારે ચર્ચા જાગી ઉઠી છે.
ટંકારાના વિકાસ માટે વાતો કરનાર સરકારના નુમાઈદાની જનતા એ કાન આમળે તેમ બસ સ્ટેન્ડની રજૂઆત ભરત પંડ્યાને કરી હતી સાથે તાલુકા મથક હોવા છતાં ટેઝરી. સેફ્ટી માટે ફાયરબ્રિગેડ મેડિકલ માટે ઉત્તમ સેવા અને મોટી હોસ્પિટલ, કચેરીમાં પુરુ મહેકમ, રેલ કે તીર્થધામ બનાવાની કોઈપણ વાત કે જાણ કરી ન હોય શહેર તથા તાલુકા પંથકમાં ભારે રોષ ભભૂકો છે. માત્ર ટંકારા કાર્યકરો સાથે ભરત પંડ્યા આ ભૂમિ ઋષીની જન્મભૂમિને નત મસ્તક થયા હતા અને ટંકારાના ભાજપ કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો

- text

 

- text