મોરબી : નાલંદા વિદ્યાલયનું CBSE ધો. 10, 12 કોમર્સ તથા સાયન્સમાં ઝળહળતું પરિણામ

નાલંદા સ્કૂલના વિદ્યાર્થીઓનો ટોપ 10માં દબદબો

મોરબી : મોરબી જિલ્લાના વિરપર ખાતે સ્થિત નાલંદા વિદ્યાલયનું CBSE ધો. 12 સાયન્સ અને કોમર્સ અને ધો. 10નું ઝળહળતું પરિણામ આવ્યું છે. આ પરિણામમાં મોરબી જીલ્લામાં ટોપ 10માં નાલંદા સ્કૂલના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે. આ જ્વલંત પરિણામ માટે નાલંદા વિદ્યાલયના ટ્રસ્ટીઓ, આચાર્ય તથા શિક્ષકગણ દ્વારા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. તેમજ ભવિષ્યમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી છે.

ધો. 12 સાયન્સમાં મોરબી જીલ્લામાં હિમાંશુ ટીમ્બડિયાએ જનરલ મેરીટ 94.6%, A1 ગ્રેડ અને સાયન્સ મેરીટમાં 97% પ્રાપ્ત કરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. તેમજ કુલ 10 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. સાયન્સ મેરિટમાં મોરબી જીલ્લામાં પ્રથમ 10 સ્થાને નાલંદાના વિદ્યાર્થીઓ આવેલ છે. આ પરિણામમાં પ્રથમ સ્થાને હિમાંશુ ટીમ્બડિયા (97%), દ્વિતીય સ્થાને બરડ દક્ષ (96.67%), ત્રીજા સ્થાને પ્રશાંત ચુડાસમા (96%), ચોથા સ્થાને કેવલ સાકરીયા (95.67%), પાંચમા સ્થાને જયદીપ કાલરિયા (95.33%), રૈયાણી આયુષ (95.33%), છઠ્ઠા સ્થાને પટેલ ઓજસ (95%), શશાંગ ધોરીયાની (95%), શૈલેષ પારવડીયા (95%), સાતમા સ્થાને હાર્દી સંઘાણી (94.67%), જય નિમાવત (94.67%), આઠમા સ્થાને માધવ પિલ્લાઈ (94.33%), નવમાં સ્થાને યુવરાજ વાળા (94%), રાજ ગાધે (94%), પાંચોટિયા પાર્થ (94%) તથા દસમાં સ્થાને પટેલ ધ્રુવ (93.33%) ઉતીર્ણ થયેલ છે. તેમજ કુલ 24 વિદ્યાર્થીઓએ સાયન્સ મેરિટમાં 90% પ્રાપ્ત કરેલ છે.

આ ઉપરાંત, ધો. 12 કોમર્સમાં મોરબી જીલ્લામાં લોદરિયા ધ્રુવી એ જનરલ મેરીટ 96.4% પ્રાપ્ત કરી પ્રથમ સ્થાન મેળવેલ છે. તેમજ મોરબી જીલ્લામાં પ્રથમ 10 સ્થાને પણ નાલંદાના વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયેલ છે. આ પરિણામમાં પ્રથમ સ્થાને લોદરિયા ધ્રુવી (94.4%), બીજા સ્થાને બોડા મહિમા (95.6%), ત્રીજા સ્થાને પિત્રોડા ધ્રુવ (94.2%), ચોથા સ્થાને શાક્ષી ઠાકુર (93.2%), પાંચમા સ્થાને પટેલ સોહમ (92%), છઠ્ઠા સ્થાને શ્રીરામ દેત્રીજા (91.4%), સાતમા સ્થાને અઘરા તીર્થ (90%), આઠમા સ્થાને કક્કડ જૈનિશ (89.8%), નવમાં સ્થાને ઘટોડિયા વત્સલ (89.4%), દસમા સ્થાને ગડવાલ ઉહા (87.2%) તથા બંસી પનારા (87.2%) સાથે ઉતીર્ણ થયેલ છે. તેમજ કુલ 20 વિદ્યાર્થીઓએ 80% મેળવેલ છે.

વધુમાં, ધો. 10 માં મોરબી જીલ્લામાં કારિયા અભિમન્યુએ જનરલ મેરીટમાં 96.8% પ્રાપ્ત કરી દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. તેમજ મોરબી જીલ્લામાં પ્રથમ 10 માં નાલંદાના 9 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરેલ છે. આ પરિણામમાં બીજા સ્થાને કારિયા અભિમન્યુ (96.8%), ચોથા સ્થાને હિત ગોજિયા (96.2%), પાંચમા સ્થાને દેત્રોજા જૈમિની (95.8%), ખુશી મારવાણીયા (95.6%), છઠ્ઠા સ્થાને નીલ ડોબરિયા (95.6%), સાતમા સ્થાને પટેલ ક્રિષ્ના (95.4%) તથા દલસાણીયા વાસુ (95.4%), આઠમા સ્થાને અઘારા દેવ (95.2%) તથા દસમા સ્થાને પટેલ ધુવ (94.2%) સાથે ઉતીર્ણ થયેલ છે. તેમજ કુલ 8 વિદ્યાર્થીઓએ 95% ઉપર, 23 વિદ્યાર્થીઓએ 90% ઉપર મેળવેલ છે.