હળવદમાં પણ જોરદાર પવન સાથે મેઘરાજાની એન્ટ્રી

હળવદ સહિત રણ કાઠાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડયો હોવાના વાવડ

હળવદ : હળવદમા આજે મોડી સાંજે જોરદાર પવન સાથે મેઘરાજાએ એન્ટ્રી કરી છે. વરસાદી માહોલને કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી છે. જોકે પહેલાં જોરદાર પવનને કારણે વાતાવરણ ધુળીયું થઇ ગયું હતું. પરંતુ બાદમાં વરસાદી છાંટા પડતાં વાતાવરણ ઠંડુ થઇ જતાં લોકોને ગરમીથી આંશિક છુટકારો મળ્યો છે

આ લખાય છે ત્યાં સુધી હળવદ શહેર સહિત રણકાંઠા ના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી છાંટા પડયા હોવાનું જાણવા મળે છે.