મોરબી અપડેટના FB પેઈજ ઉપર કાલે પાર્થિવ ગોહિલ લાઇવ : આત્મનિર્ભર ભારત સોન્ગ વિશે ખાસ સંવાદ

- text


આલ્બમ સોંગના સોમવારે થનાર લોન્ચિંગ વિશે પ્રોડ્યુસર પ્રશાંતભાઈ અને જાણીતા ગાયક પાર્થિવ ગોહિલ સાથે રવિ બરાસરા કરશે વાતચીત

મોરબી : મોરબીના પ્રોડ્યુસરે તૈયાર કરેલ આત્મનિર્ભર ભારત સોન્ગ વિશે મોરબી અપડેટના ફેસબુક પેઈજ ઉપર આવતીકાલે લાઈવ સેશન યોજાનાર છે. જેમાં રવિ બરાસરા સોન્ગના ગાયક પાર્થિવ ગોહિલ અને પ્રોડ્યુસર પ્રશાંતભાઈ સાથે ખાસ સંવાદ કરશે.

- text

મોરબીના ઓબી ઇવેન્ટ દ્વારા હાલની સ્થિતિને ધ્યાને રાખી લોકોનો જુસ્સો વધારવા આત્મનિર્ભર ભારત સોન્ગ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ‘મોરબી અપડેટ’ મીડિયા પાર્ટનર રહ્યું છે. આ સોન્ગ આગામી સોમવારના રોજ લોન્ચ થનાર છે. આ લોન્ચિંગ સંદર્ભે આવતીકાલે સવારે 11:30 કલાકે મોરબી અપડેટના ફેસબુક પેઈજ ઉપર લાઈવ સેશન યોજાનાર છે. જેમાં રવિ બરાસરા આ સોંગના પ્રોડ્યુસર પ્રશાંતભાઈ અને સોન્ગના ગાયક પાર્થિવ ગોહિલ સાથે સોન્ગ સંદર્ભે ખાસ સંવાદ કરવાના છે. તો આ લાઈવ સેશન જોવાનું ચૂકશો નહિ.

- text