મોરબીની ઉમા વિદ્યા સંકુલના છાત્રોએ યોગ સ્પર્ધામાં ડંકો વગાડ્યો

- text


મોરબી : મોરબીમાં ગત તા. 8 સપ્ટેમ્બરને રવિવારના રોજ ખેલ મહાકુંભની તાલુકા કક્ષાની યોગાસન સ્પર્ધા યોજાઈ હતી. જેમાં અલગ અલગ શાળાના ઘણા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ઉમા વિદ્યા સંકુલના 5 વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન રજુ કર્યું હતું. સ્પર્ધા અંતર્ગત અન્ડર – 14 (બહેનો)માં તાલુકા પ્રથમ સ્થાન મોરી ટીશા, અન્ડર-14 (ભાઈઓ)માં તાલુકા પ્રથમ સ્થાન ઉભડીયા હેતાંશ અને દ્વિતીય સ્થાન ભલાણી મુકુંદએ મેળવ્યું હતું. આ ઉપરાંત, અન્ડર -17 (ગર્લ્સ)માં મોરબી તાલુકામાં દ્વિતીય નંબર પર ઉભડીયા વિધિ અને તૃતીય નંબર ભોરણિયા બંસીએ પ્રાપ્ત કરી આમ કુલ 5 વિદ્યાર્થીઓ વિજેતા ઘોષિત થયા હતા. આ જ્વલંત સફળતા બદલ યોગ ટીચર તરુણભાઈ પટેલના મરદર્શન હેઠળ તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જ ખંત અને ઉત્સાહ સાથે સ્પર્ધામાં ક્રમાંક પ્રાપ્ત કરી ઉમા વિદ્યા સંકુલ અને તેમના માતાપિતાનું ગૌરવ વધાર્યું હતું. તે બદલ ઉમા વિદ્યા સંકુલના પ્રમુખ અશ્વિનભાઈ અઘારા અને સંચાલક હિતેષભાઈ સોરીયા તથા સમગ્ર શાળા પરિવારએ ગૌરવ અને હર્ષની લાગણી અનુભવી હતી.

- text