વાંકાનેર : મચ્છુ નદીમાં ડૂબી જતાં યુવાનનું મોત

- text


વાંકાનેર : વાંકાનેર શહેરમાંથી પસાર થતી મચ્છુ નદીમાં ડૂબી જવાથી યુવાનનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર શહેરના આરોગ્ય નગરમાં રહેતા રાજુભાઈ કાંતિભાઈ ડાભી ઉ.વ.35 નામના યુવાનનું ગતતા.8ના રોજ હનુમાનજી શેરીના નાકા પાસે મચ્છુ નદીના કાંઠેથી કોઈ કારણોસર નદીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું.બાદમાં તેમના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text