મહેન્દ્ર નગરમાં તાલુકા હેલ્થ ઓફીસ દ્વારા બાળ મરણ નિવારણ અંગે વિશેષ કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : તાલુકાના હેલ્થ ઓફિસર ડો. રાહુલ એન. કોટડીયા અને શૈલેષભાઇ પારેજીયાના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ દ્વારા મોરબી તાલુકાના પ્રાથમિક આરોગ્યકેન્દ્ર-ખરેડાના પેટા આરોગ્ય કેન્દ્ર દ્વારા મહેન્દ્ર નગર ગામે બાળ-મરણ અટકાવવા માટે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં આરોગ્યની સપ્તધારાઓની વ્યવસ્થિત રીતે અલગ અલગ ધારાઓ દ્વારા સમજણ આપવામાં આવેલ હતી. જેમાં પપેટ શો, યોગ, સંગીત, જ્ઞાન, નાટયધારા વગેરે ધારાનો કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવેલ હતો. જેમાં અરવિંદ પરમાર તેમજ શૈલેષ પારેજીયા, દીપકભાઈ વ્યાસ, ભરતભાઇ કાલરીયા દ્વારા પપેટ શો કરવામાં આવેલ હતો.

- text

આ ઉપરાંત, મહેન્દ્ર નગર ગામના તમામ સગર્ભા બહેનોને દવાયુક્ત મચ્છર દાની વિતરણ કરવામાં આવેલ હતી. ઉપસ્થિત તમામ સગર્ભા બહેનોને મચ્છર દાનીમા સુવાની સલાહ આપવામાં આવી હતી. તેમજ પાણીજન્ય રોગચાળો તથા કોંગો ફીવર વિશે વિગતવાર સમજાવવામાં આવ્યું હતું. વધુમાં તાલુકા હેલ્થ ઓફીસના સભ્ય શૈલેષભાઇ પારેજીયા દ્વારા તમામ લોકોને મચ્છર દાનીમા સુવાની તેમજ બહેનોને સગર્ભાવસ્થાની જાણ થતાની સાથે જ નર્સ બહેનને નોંધણી કરાવાની સલાહ આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસના અધિકારીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

- text