મોરબી મજૂરી કરતા પરિવારનો આ બાળક ગારીયાધારથી મળી આવેલ છે

- text


12 વર્ષના બાળકના પિતા મોરબી સિરામિકમાં મજૂરી કામ કરે છે : બાળકના વાલીએ ગારિયાધાર પોલીસ મથકનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે

મોરબી : મોરબી મજૂરી કરતા પરિવારનો 12 વર્ષનો બાળક ગારીયાધારથી મળી આવેલ છે. બાળકને ગારીયાધાર પોલીસ સ્ટેશને લાવીને આ બાળકની પૂછપરછ કરતા તેણે તેનું નામ દિનેશ નદુભાઈ ભીલ હોવાનું અને આ બાળકના પિતા નદુભાઈ મોરબીમાં ટાઇલ્સના કારખાનામાં કામ કરતા હોવાનું જણાવ્યું છે. પરંતુ તે ક્યાં કારખાનામાં કામ કરે છે તે બાળકને ખબર નથી. જેથી આ બાળકના પરિવારજનોએ ગારીયાધાર પોલીસ સ્ટેશન 02843252999 તથા 968791058 પર સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

- text

- text