મોરબીમાં કુવામાં પડેલા શ્વાન અને સાપનો મહામહેનતે બચાવ

- text


જીવદયા પ્રેમી વિશુભાઇએ પોતાનો જીવ જોખમાં મુકી શ્વાન તથા સાપને કુવામાંથી બહાર કાઢી માનવતા મહેકાવી

મોરબી : મોરબીના રવાપર ગામ પાસે આવેલ ખેતરના કૂવામાં છેલ્લા થોડા દિવસના સમયાંતરે એક શ્વાન તથા સાપ પડી ગયા હતા.આથી યુનાઇટેડ યુથ ગ્રુપ સંચાલિત કર્તવ્ય જીવદયા કેન્દ્રના વિશુભાઈ પટેલે જનના જોખમે કૂવામાં પડેલા શ્વાન અને સાપને બચાવી લીધા હતા.

યુનાઇટેડ યુથ જીવદયા ગ્રુપ સંચાલિત કર્તવ્ય જીવદયા કેન્દ્રના વિશુભાઇ પટેલને રવાપર રામ તળાવની બાજુના ખેતરના કુવામાં 5 દિવસથી શ્વાન અને 4 દિવસથી સાપ પડી ગયો હોવાનું જાણ થતા વિશુભાઇ પટેલ દ્વારા જેસીબીથી કુવા આજુબાજુ માર્ગ બનાવી ક્રેન બોલાવવા આવી હતી. તેમજ રાજકોટથી સાપના એક્સપોર્ટ ટીમને પણ બોલાવીને એમના રેસ્ક્યુ ઉપકરણો દ્વારા વાઇલાઇફ નેચલર એન્ડ વેલફેર ટ્રસ્ટના સભ્ય અને કર્તવ્ય જીવદયા કેન્દ્રના વિશુભાઇ દ્વારા સતત 2 કલાકની મહામહેનતે 70 ફુટ ઊંડા કુવામાં 5 દિવસથી પડેલ શ્વાન તથા સાપને પોતાનો જીવ જોખમમાં મુકી બહાર કાઢી માનવતા મહેકાવી હતી.

- text

- text