મોરબી : તમાકુના વ્યસન અંગે જાગૃતિ માટે વિકાસ વિદ્યાલયમાં ચિત્ર સ્પર્ધા યોજાઈ

- text


મોરબી : આજે તારીખ ૨૬/૦૬/૨૦૧૯ના રોજ International Day Against Drug Abuse and illicit Trafficking નિમિત્તે ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી અને સમાજ સુરક્ષા ખાતું મોરબીના સંયુક્ત ઉપક્રમે વિકાસ વિધાલય મોરબી (ચિલ્ડ્રન હોમ ફોર ગ્લર્સ) ખાતે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ૪૦ જેટલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. આ ચિત્ર સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ, દ્વિતિય અને તૃતીય આવનાર વિદ્યાર્થીનીને ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ તકે ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલના સભ્ય તેહાન શેરસીયા દ્વારા વિદ્યાર્થીનીઓને તમાકુ, બીડી, સિગારેટ, ગુટખા જેવા નિકોટિનના વ્યસન અંગે વિગતવાર માહિતગાર કરવામાં આવ્યા હતા. જેમાં સમાજ સુરક્ષાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text