મોરબી શહેરને સ્વચ્છ બનાવવા તંત્ર નિષ્ઠાપૂર્વક કામગીરી કરે તેવી ટકોર

- text


મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી સ્વચ્છતા અભિયાન ચાલવતી ટીમે કલેકટરને આવેદન આપી શહેરને સ્વચ્છ બનાવવા તંત્ર સફાઈની અસરકાર કામગીરી કરે તેવી માંગ કરી

મોરબી : મોરબીને સ્વચ્છ બનાવવા માટે તબીબો સહિતની જાગૃત નાગરિકોની ટીમેં બીડું ઉઠાવ્યું છે.ત્યારે આ સ્વચ્છતા અભિયાન સમિતિએ કલેકટરને આવેદન આપી મોરબીને સ્વચ્છ બનાવવામાં તંત્ર નક્કર કાર્યવાહી કરે તેવી ટકોર કરી છે. સ્વચ્છતા અભિયાનને ખરા અર્થમાં સાર્થક કરવા માટે તંત્ર કચરો અને ગટરની અસકરકાર સફાઈની કામગીરી કરીને ગંદકી ફેલાવનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરો છે.

- text

મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિએ અધિક કલેકટરને આવેદન આપીને જણાવ્યું હતું કે આ ટીમ છેલ્લા કેટલાક સમયથી મોરબીને સ્વચ્છ બનાવવા માટે સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે.જોકે મોરબીમાં સ્વચ્છતાનો ઘણો અભાવ હોવાથી શહેરને સ્વચ્છ બનવવું તંત્રના સહયોગ વગર અશક્ય છે.આથી તંત્ર પણ સ્વચ્છતા માટે અસરકારક કામગીરી કરે તેવી ટકોર કરી છે.જેમાં શહેરમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન વાહનોની સંખ્યા 35માંથી વધારીને 100 કરવી, સફાઈ કામદારોની સંખ્યા 365માંથી 700 કરવી અને કચરા કલેક્શનની કામગીરી વધુ સઘન બનાવવા, સફાઈ પ્રશ્ને શહેરીજનો ફરિયાદ કરીને તેનું યોગ્ય નિવારણ થઈ શકે તે માટે ચીફ ઓફિસરની નિગરાની હેઠળ વોટ્સએપ નંબર જાહેર કરવા, શહેરના રહેણાક વિસ્તારોના ખુલ્લા પ્લોટમાં પડેલા કચરાનો નિકાલ કરી તેની જગ્યા હાઇડ્રોલિક કચરા પેટી મુકવી, ખુલ્લી ગટરોને નવી ડ્રેનેજ લાઇન નાખીને પેક કરવી, રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા, શનાળા રોડ પર ડિવાઈડર પર વૃક્ષારોપણ કરીને તેનું જતન કરવા, જહેરમાં કચરો ફેકીને ગંદકી ફેલાવતા વેપારીઓ સહિતના લોકો સામે કડક હાથે કામ લેવા,પ્લાસ્ટિક પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકવા, રવાપર રોડની ખુલ્લી કેનલને પેક કરી ત્યાં રસ્તો બનાવીને ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવા, પંચાસર રોડ પર ગીતા ઓઇલ મિલની આજુબાજુ કચરો, સ્ટ્રીટ લાઈટ, બાંધકામનો કાટમાળ, ધૂળના ઢગલા સહિતની સમસ્યા દૂર કરવા, નહેરુ ગેઇટ પાસે ઉભરાતી ગટરોની સમસ્યાઓ હલ કરવા, અવધ સોસાયટીના ઓમ પાર્કમાં કેનાલમાં ગંદકી દૂર કરી ચોમાસામાં યોગ્ય વ્યવસ્થા ગોઠવવા, શહેરની અંદર ઘણા નડતર રૂપ પડેલા વાહનોનો યોગ્ય નિકાલ કરવો તથા શહેરમાં ચોમાસામાં પાણી ન ભરાઈ તે માટે આગોતરી વ્યવસ્થા કરવાની માંગ કરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text