મોરબીમાં ડમ્પર હડફેટે બાઈકસવાર યુવાનનું મોત

- text


મોરબીમાં ડમ્પર હડફેટે બાઈકસવાર યુવાનનું મોત

મોરબી : મોરબી તાલુકા પોલીસ પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના વાવડી રોડ પર આવેલ જનકનગર સોસાયટીમાં રહેતા અતુલભાઈ બચુભાઈ સરસાવાડિયા નામનો યુવાન પોતાનું એકટીવા જીજે 36 ઇ 8865 મોટર સાયકલ પર ગતતા.15ના રોજ કોઈ કામસર પીપળી ગામ નજીક વીજ સબ સ્ટેશન સામે અમરનાથ મહાદેવ મંદિરની પાસેથી પસાર થઈ રહ્યો હતો.તે સમયે પુરપાટ ઝડપે આવતા જી.જે.03 એ ઝેડ 6831 નંબરના ડમ્પર ચાલકે એક્ટિવાને હડફેટે લેતા ગંભીર ઇજાઓ થવાથી યુવાનનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે મૃતકના ભાઈ સુરેશભાઈએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ હાથ ધરી છે.

- text

- text