મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજનું બીએસસીનું 90 ટકા જેવું રેકોર્ડબ્રેક પરિણામ

- text


કોલેજની એક વિદ્યાર્થીની યુનિવર્સિટીમાં પ્રથમ :તેના સહિત કોલેજની બે વિદ્યાર્થીનીઓ યુનિવર્સિટીમાં ટોપટેનમાં ઝળકી

સમગ્ર નવયુગ સંકુલે બોર્ડની સાથે યુનિવર્સિટીના પરીણામમાં દબદબો જાળવી રાખ્યો

મોરબી : મોરબી શિક્ષણ ક્ષેત્રે હરહંમેશ અંગ્રેસર રહેતા સમગ્ર નવયુગ શેક્ષણિક સંકુલે બોર્ડની સાથે યુનિવર્સિટીના પરિણામોમાં દબદબો જાળવી રાખ્યો છે જેમાં મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજનું બીએસસી સેમ-4નું ઝળહળતું પરિણામ આવ્યું છે.આ કોલેજની વિધાર્થીની યુનિવર્સિટીમાં પ્રથમ આવી છે.તેના સહિત બે વિદ્યાર્થીનીઓએ યુનિવર્સિટીમાં ટોપટેનમાં ઝળકીને આ કોલેજનું નામ રોશન કર્યું છે.

 

સોરાષ્ટ્ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં બીએસસી સેમ-4નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.જેમાં સોરાષ્ટ્ યુનિવર્સિટી દ્વારા બીએસસી સેમ-4નું 50.9 ટકા જેવું પરિણામ જાહેર કરાયું હતું.તેમાંથી મોરબીમાં શિક્ષણ ક્ષેત્રે હરહમેંશ શ્રેષ્ઠ પરિણામ મેળવતા નવયુગ શૈક્ષણિક સંકુલની નવયુગ મહિલા સાયન્સ કોલેજનું 90 ટકા જેવું રેકોર્ડબ્રેક પરિણામ આવ્યું છે.નવયુગ શૈક્ષણિક સંકુલે બોર્ડની સાથે યુનિવર્સિટીના પરિણામો પણ ડંકો વગાડી દીધો છે.જેમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિધાર્થીની અધારા પ્રેરણા સુરેશભાઈએ 89.1 ટકા સાથે યુનિવર્સિટીમાં પ્રથમ.ક્રમાંકે આવી છે.તેમજ કોલેજની બીજી વિદ્યાર્થીની ગોગરા વૈશાલી 87.3 ટકા સાથે યુનિવર્સિટીમાં ચોથો ક્રમ મેળવીને નવયુગ મહિલા સાયન્સ કોલેજનું ગૌરવ વધાર્યું છે.નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં પ્રિન્સિપલ તથા પોફેસરો તથા અદ્યતન ટેકનોલોજી સાથે આપતું શિક્ષણ અને વિદ્યાર્થીનીઓનો અથાક પરિશ્રમને કારણે આ કોલેજનું આટલું ઊંચું પરિણામ આવ્યું છે.યુનિવર્સિટીમાં ઉજ્જવલ દેખાવ બદલ કોલેજના પ્રિન્સિપલ ડો.વરુણ લીલા સહિત સમગ્ર સ્ટાફગણ અને વિદ્યાર્થીનીઓને સંસ્થાના પ્રમુખ પી.ડી.કાજીયાએ શુભેચ્છાઓ પાઠવી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text