વાંકાનેરમાં કારખાનાના શેડ પરથી પડી જતા મોરબીના યુવકનું મોત

- text


 

વાંકાનેર : વાંકાનેરમા કારખાનાના શેડ પરથી નીચે ઉતરતી વેળાએ પડી જતા મોરબીના યુવકનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે તાલુકા પોલીસે નોંધ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેરની ઢૂવા ચોકડી પાસે સરતાનપર રોડ પર આવેલ કારખાનામાં શેડ પરથી નીચે ઉતરતી વેળાએ પડી જતા ખોડાભાઈ ચંદુભાઈ ઉ.વ. ૪૦ રહે. વિધુતનગર વાડી વિસ્તાર , મોરબી વાળાનું મોત નીપજ્યું હતું. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે મોરબી એ ડિવિઝન પોલીસ પાસેથી જરૂરી કાગળો મંગાવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text