મોરબીમાં દાઝેલી યુવતીએ દમ તોડ્યો

- text


મોરબી : મોરબીના લીલાપર ચોકડી પાસે રહેતી યુવતી અકસ્માતે દાઝી જતા તેણીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.આ બનાવની મોરબી તાલુકા પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર મોરબીના લીલાપર ચોકડી પાસે આવેલ પટેલ પરોઠા હાઉસ ઉપર રહેતી મૂળ મહારાષ્ટ્રની વતની શિતલબેન વિકાસભાઈ જાવડે ઉ.વ.28 નામની યુવતી ગતતા.18 જાન્યુઆરીએ પોતાના ઘરે સ્ટવ પર ચા બનાવતી હતી.તે વખતે સ્ટવમાં ભડકો થતા આગની જ્વાળામાં તે ગંભીર રીતે દાઝી જતા તેણીને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાઇ હતી.જ્યાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.આ બનાવના રાજકોટથી કાગળ આજે આવતા તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

- text