મોરબીમા જુગાર રમતા ચાર પકડાયા

 

બી ડિવિઝન પોલીસની કાર્યવાહી : રૂ. ૨૬ હજારની રોકડ કબ્જે

મોરબી : મોરબીના મહેન્દ્રનગરમાં જુગાર રમતા ચાર શખ્સોને બી ડીવીઝન પોલીસે પકડી પાડ્યા છે. આ ચાર શખ્સોની ધરપકડ સાથે રૂ. ૨૬ હજારની રોકડ પણ જપ્ત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના મહેન્દ્રનગરમાં ઉગમણા ઝાપે ચાલતા જુગાર પર દરોડો પાડીને બી ડિવિઝન પોલીસે ભરત વશરામભાઈ નૈયા, અરજણ સીદાભાઈ મકવાણા, મુકેશ વશરામભાઈ નૈયા અને ગંગારેમ પોપટભાઈ વાઘેલાને રૂ. ૨૬,૫૪૦ની રોકડ સાથે પકડી પાડ્યા છે. પોલીસે આ ચારેય શખ્સો સામે ગુનો દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.