માળીયાના સરવડમાંથી જુગાર રમતા પાંચ ઝડપાયા

મોરબી : માળીયા મિયાણા પોલીસ ટીમે બાતમીને આધારે સરવડ ગામેથી જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી લઈ રૂ.૧૮૫૦૦ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ અધિક્ષક ડો. કરણરાજ વાઘેલાની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક બન્નો જોશીના માર્ગદર્શન અન્વયે આજરોજ માળીયા મી.પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.ડી.ઝાલાની સૂચના અન્વયે પો.હેડ.કોન્સ ફીરોજભાઈ આઈ સુમરા, પો.કોન્સ મહિપતસિહ સોલંકી, પો.કોન્સ દિવ્યરાજસિંહ જાડેજા, ભરતભાઈ ગોઢડીયા સહિતનો સ્ટાફ વવાણીયા આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલીંગ હતા તે દરમ્યાન પો.કોન્સ મહિપતસિહ તથા પો.કોન્સ દિવ્યરાજસિંહ જાડેજાને સરવડ ગામે જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી.

બાતમી આધારે સરવડ ગામે દરોડો પાડતા તીનપત્તી રોનપોલીસનો હારજીતનો જુગાર રમતા આરોપી રમેશભાઈ મગનભાઈ સરડવા, મનસુખ હરજીભાઈ હોથી, જયંતિભાઈ દુદાભાઈ મુછડીયા, અરજણભાઈ મહાદેવભાઈ આદ્રોજા અને શાંતિલાલ મગનભાઈ સરડવા, બધા રે. સરવડ તા માળીયા મી.વાળાને ગંજી પત્તાના પાના તથા રોકડા રૂપીયા ૧૮,૫૦૦ સાથે ઝડપી પાડી જુગારધારા હેઠળ માળીયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવ્યો હતો