મોરબીમા યુવક પર છરી વડે શખ્સનો હુમલો

- text


 

મોરબી : મોરબીના સરદારબાગ સામેના વિસ્તારમાં યુવક પર એક શખ્સે છરી વડે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે યુવકની ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબીના શનાળા રોડ પર આવેલ સરદારબાગ સામે રહેતા ભરતભાઇ ધારશીભાઈ વાઘેલાએ એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેમની બહેનના પતિનું નિધન થયું હોય, તેનો જેઠ રમેશ ઝકશી ઝખાણીયા તેને પરેશાન કરતો હોવાથી સમજાવવા જતા તેને છરી વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસે શખ્સ સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


 

 

- text