હળવદના ચરડવા ગામે બે વૃદ્ધો વરલી રમતા ઝડપાયા

હળવદ : હળવદના ચરાડવા ગામે વરલી રમતા બે વૃદ્ધોને પોલીસે રૂ. ૪૩૭૦ની રોકડ સાથે પકડી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે બસસ્ટેન્ડ પાસે જાહેરમાં વરલી રમતા અને રમાડતા કાંતિભાઈ ગંગારામભાઈ વધોડીયા અને ઈશ્વરભાઈ દેવજીભાઈ દલવાડી નામના વૃદ્ધોને હળવદ પોલીસે રૂ. ૪૩૭૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.