ભચાઉ કચ્છના છેતરપીંડીના ગુનામાં દશ વર્ષથી નાસતો ફરતો આરોપી પકડાયો

- text


મોરબી : મોરબી પોલીસની નાસતા ફરતા સ્ક્વોડે આજે ભચાઉ કચ્છના છેતરપિંડીના ગુન્હામાં છેલ્લા દસ વર્ષથી નાસતા ફરતા આરોપીને ટંકારા ખાતેથી ઝડપી લીધો હતો.

- text

મોરબી નાશતા ફરતા સ્કવોડના પોલીસ સબ ઈન્સ. એ.બી.જાડેજા, પો. હેડ. કોન્સ. ફારૂકભાઇ યાકુબભાઇ પટેલ, પો.કોન્સ નરેન્દ્રસિંહ રઘુવીરસિંહ જાડેજા તથા પો.કોન્સ એ.પી.જાડેજા સાહિતનાઓએ
ટંકારા વિસ્તારમાં પેટ્રોલીંગ હતા તે દરમિયાન પો.હેડ.કોન્સ ફારૂકભાઇ યાકુબભાઇ પટેલ
તથા પો.કોન્સ એ.પી.જાડેજાને બાતમીરાહે ચોકકસ હકિકત મળતા ભચાઉ પો.સ્ટે. ફર્સ્ટ
ગુ.ર.ન.૨૧૬/૨૦૦૮ ઇ.પી.કો.કલમ ૪૦૭,૧૧૪ વિ. મુજબ ના ગુન્હાના કામે છેલ્લા દશ વર્ષથી
નાસતો ફરતા આરોપી અલીભાઇ અકબરભાઇ સરવદી, રહે.જીવાપરા શેરી, તા.ટંકારા જી,મોરબી વાળાને ઝડપી લઈ કલમ ૪૧(૧)આઇ મુજબ ધોરણસર અટક કરી ભચાઉ પો.સ્ટે.ને સોંપવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

- text