માળિયામાં જંગલરાજ !! યુવાનને ટ્રેકટર સાથે બાંધી ઢોર મારવાનો વિડીયો વાઇરલ

- text


માચ્છીમારી અને ડિઝલચોરી કરવા મામલે ત્રણ શખ્સોએ હેવાન બની મારમારી વિડીયો પણ ઉતાર્યો : વિડીયો વાઇરલ

માળીયા : માળિયાના નાગાવાળી દરિયા કાંઠે માછીમારી કરવા મામલે ત્રણ શખ્સોએ આંજિયાસરના યુવાનને ટ્રેકટર સાથે બાંધી ઢોર મારી જંગલિયત આચરી સમગ્ર બનાવનો વિડીયો બનાવી પિશાચી આનંદ મેળવતા આ વિડીયો વાયરલ થયો છે અને આ અતિ ગંભીર બનાવ મામલે માળીયા પોલીસ મથકમાં ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ છે.

માળિયામાં જંગલરાજ અંગે જાણવા મળતી વિગતો મુજબ જુના આંજિયાસર ગામે રહેતો રફીકભાઇ દોસમામદભાઇ ખોળ, ઉ.વ. ૩૨,તા.૦૨/૧૨/૧૮ ના સાંજના પાંચેક વાગયે નાગાવાળી વિસ્તારમા માછીમારી કરવા ગયેલ હતો ત્યારે સોકતઅલી અયુબભાઇ મોવર, મકો કરીમભાઇ મોવર તથા અલારખાં હુશેન ભાઇ સધવાણીએ માછીમારીની જાળ પાણીમાથી કાઢી લેવા ધમકી આપી આ અમોને પોસાતું નથી તેમ કહેતા રફીકભાઇએ અત્યારે મચ્છી પકડવાનુ સમય છે અને જાળ હુ કાઢીશ નહીં તેમ કહેતા આ ત્રણેય જણાએ તું અહી ડીઝલની ચોરી કરવા આવે છે કહેતા રફીકભાઇએ હુ કોઇ ચોરી કરતો નથી તેમ કહેતા જ ત્રણેય ઉશ્કેરાઈ ગયા હતા.

- text

આ ત્રણેય ઉશ્કેરાઈ ગયેલ શખ્સો પૈકી અલારખા હુશેનભાઇએ રફીકભાઇના બન્ને હાથ બાંધી દીધેલ અને ત્રણેય જણા જેમ ફાવે તેમ ગાળો દેવા લાગેલ અને સોકતઅલી અયુબભાઇ તથા મકો કરીમભાઇ જેના હાથમાં લાકડીઓ હતી તે લાકડી વતી વાસામાં તથા બન્ને સાથેળ મા પાછળના ભાગે જેમ ફાવે તેમ મારવા લાગેલ અને રફીકભાઇને બહુ જ મારતા ત્યાં પડી ગયેલ હતા અને આ ત્રણેય જતા રહેલ હોય બાદમાં રફીકભાઇના કાકા હસણભાઇ ગુલમામદભાઇ ખોળ આવી ગયેલ અને તેમણે પણ આ ત્રણેય જણા ને કહેલ કે આવી રીતે મરાય નહીં તો તેમને પણ કહેલ કે તુ જતો રહે નહીતર તને છરી પોરવી દેશુ બાદ રફીકભાઇને કોઇ ભાન રહેલ નહીં.

આ મામલે માળીયા પોલીસમાં ફરિયાદ નોંધાવનાર રફીકભાઇએ જણાવ્યું હતું કે મારા ધરે કોણ મને લઇ ગયેલ તેની મને ખબર નથી બીજા દીવસે રફીકભાઇના ફુઇનો દીકરો યાસીન હારૂન કટીયા આવી જતા તેમને તેમની ગાડીમા મોરબી સરકારી દવાખાને સારવારમા લઇ ગયેલ અને એકાદ દીવસ સારવારમાં રહેલ બાદ ગઈકાલે માળીયા રજા લીધા વગર આવતો રહેલ અને પોલીસ સ્ટેશન માં આવી આ ત્રણેય સામે ફરીયાદ લખાવેલ હતી. હાલમાં આ મામલે માળીયા પોલીસે ગંભીર ગુન્હા અંગે ત્રણેય શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહિ શરૂ કરી છે.

 

જુઓ હેવાનિયતનો વિડીયો

- text