વિશ્વ અંધધ્વજ દિન નિમિતે હળવદ વિકલાંગ સેવાશ્રય દ્વારા રેલી યોજાઈ

- text


શહેરના લક્ષ્મીનારાયણ ચોકથી સરા ચોકડી સુધી રેલીનું કરાયું આયોજન : વિદ્યાર્થીઓ અને વાલીઓ સહિત શિક્ષકો રેલીમાં જાડાયા

હળવદ : દર વર્ષની જેમ આ વર્ષે પણ ૧૪મી સપ્ટેમ્બરના અંધ ધ્વજદિન નિમિતે હળવદ નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જાહેર જનતામાં પ્રજ્ઞાચક્ષુ માટે જાગૃતિ ફેલાવવા અને પ્રજ્ઞાચક્ષુઓના ઉત્કર્ષ તથા જીવન ઘડતર માટે પ્રચાર – પ્રસાર કરાયો હતો. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text

આજે ૧૪મી સપ્ટેમ્બરના રોજ નવજીવન વિકલાંગ સેવાશ્રય દ્વારા શહેરમાં વિશ્વ અંધધ્વજ દિનની ઉજવણીના ભાગરૂપે સમાજમાં જાગૃતતા તેમજ પ્રચાર – પ્રસાર માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીનું પ્રસ્થાન લક્ષ્મીનારાયણ મંદિર હળવદના મહંત દિપકબાપુના હસ્તે કરવામાં આવ્યું હતું. નવજીવન વિકલાંગ સેવાશ્રયથી હળવદ મેઈન બજાર, સરા નાકા થઈને સરા ચોકડી સુધી રેલી યોજાઈ હતી. આ રેલીમાં ચક્ષુદાન મહાદાન તેમજ લાલ, સફેદ, લાકડી અંધજનોની આંખડી જેવા સૂત્રોચ્ચાર કરાયા હતા. તો સાથોસાથ સમાજમાં અને લોકોમાં જાગૃતતા આવે એવા ઉમદા આશયથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રેલીમાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ સહિતના તમામ સંસ્થાના કર્મચારીઓ અને શિક્ષકગણની જહેમતથી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.

- text