હળવદ માં જુગાર ના જુદા જુદા બે દરોડામાં 13 ઝડપાયા, 4 ફરાર

- text


પોલીસે રોકડ રૂ.67,860 મળીને કુલ રૂ. 1,09,360 નો મુદામાલ જપ્ત કર્યો

હળવદ : હળવદમાં ઘોડી પાસાનો જુગાર રમતા ૧૦ શખ્સોને પોલીસે પકડી પાડી રૂ. ૩૭૮૬૦ની રોકડ મળી કુલ રૂ. ૫૪૩૬૦નો મુદામાલ જપ્ત કર્યો છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદના ભવાનીનગર ઢોરામાં રહેતા પિન્ટુભાઈ રબારીના વાડાના રહેણાક મકાન પાસે જાહેરમાં ઘોડી પાસાનો જુગાર રમતા ૧૦ શખ્સોને પોલીસે રોકડ રૂ. ૩૭૮૬૦ અને મોબાઈલ નંગ-૧૧ કિંમત રૂ. ૧૬૫૦૦ મળીને કુલ રૂ. ૫૪૩૬૦ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

જયારે હળવદના ઘનશ્યામપુર ગામની સીમમાં ચાલતા જુગાર પર હળવદ પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં જુગાર રમતા મહેબુભાઇ નથુભાઇ સીપાઇ, દીલીપભાઇ કરશનભાઇ વામજા અને મનસુખભાઇ શામજીભાઇ વરમોરાને પોલીસે પકડી પાડ્યા હતા. જ્યારે ભરત ઉર્ફે ભગત મગનભાઇ ગોપાણી, હરેશભાઇ દલીચંદભાઇ લોરીયા, ભાવેશભાઇ શંકરભાઇ પટેલ અને વીરમભાઇ દલવાડી નાસી જવામાં સફળ રહ્યા હતા.

પોલીસે રોકડ રૂ. ૩૦ હજાર અને બાઇક કિંમત રૂ. ૨૫ હજાર મળી કુલ રૂ. ૫૫ હજારનો મુદામાલ જપ્ત કરીને નાશી છુટેલા ચાર શખ્સોને પકડી પડવાની તજવીજ હાથ ધરી છે.

- text