મોરબીમાં નવી બે સિરીઝમાં પસંદગીના નંબર માટે આરટીઓને ૬.૫૦ લાખની આવક

જી.જે.૩૬ એલ અને એમ સીરીઝમાં ૧૧૧ નંબરના સૌથી વધુ ૩૭ હજાર ઉપજ્યા

મોરબી : મોરબી આરટીઓ દ્વારા ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો માટે જી.જે.૩૬ એલ અને એમ સિરીઝ માટે પસંદગીના નંબરોની ઓનલાઇન હરરાજી કરવામાં આવતા આરટીઓને ૬.૫૦ લાખની આવક થવા પામી છે જેમાં સૌથી વધુ ઉંચી બોલી ૧૧૧ માટે ૩૭ હજાર રૂપિયાની બોલાઈ હતી.

મોરબી આરટીઓ કચેરી દ્વારા ફોર વ્હીલ માટે જી.જે.૩૬ એલ અને ટુ વ્હીલર વાહનો માટે જી.જે.૩૬ એમ સિરીઝ ખોલવામાં આવતા બન્ને સિરીઝની ઓનલાઇન બીડમાં આરટીઓ કચેરીને કુલ મળી ૬.૫૦ લાખ રૂપિયાની આવક થઈ હતી જેમાં કારમાં પસંદગીના નંબરમાં ૧૧ નમ્બર માટે ૨૫ હજાર, ૧૮ નમ્બર માટે ૧૩ હજાર, ૨૨૨૨, ૭૦૦, ૯૦૦, ૧૦૦૦, ૨૫૦૦, ૪૫૪૫, ૬૩૬૩ માટે અનુક્રમે ૧૦ – ૧૦ હજારની બીડ ફાઇનલ થઈ હતી.

જ્યારે ટુ વ્હીલરમાં ૧૧૧ માટે સૌથી વધુ રૂપિયા ૩૭ હજાર, ૯૯ નંબર માટે રૂ.૨૫ હજાર, ૧ નમ્બર માટે ૫ હજાર, ૨ નમ્બર માટે રૂ. ૨૦૦૦ અને ૪ નમ્બર માટે ૨૧ હજાર અને ૭૭૭, ૯૯૯, ૯૯૯૯ જેવા નમ્બર માટે શોખીનોએ રૂપિયા ૫ – ૫ હજાર ચૂકવ્યા હોવાનું આરટીઓ કચેરીના સતાવાર સૂત્રોએ જણાવ્યું હતું.