વાંકાનેર પાલિકાના નવા પ્રમુખ રમેશભાઈ વોરા અને ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા

- text


ભાજપ શાસિત પાલિકાની ડેપ્યુટી કલેકટર અને ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાઈ

વાંકાનેર : વાંકાનેર નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદની અઢી વર્ષની ટર્મ પુરી થતા આજે વાંકાનેર નગરપાલિકા ખાતે નવા પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ની ચૂંટણી યોજાઈ હતી. ભાજપ શાસિત પાલિકાના પ્રમુખ તરીકે રમેશભાઈ વોરા અને ઉપપ્રમુખ તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજાને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.

વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી આજે પાલિકાના સભાખંડમાં યોજાઈ હતી.આ ચૂંટણી ડેપ્યુટી કલેકટર ખાચર અને ચીફ ઓફિસર ગીરીશ સરૈયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં પ્રમુખ પદ માટે રમેશભાઈ વોરા નું એક જ ફોર્મ રજુ થયેલું અને ઉપપ્રમુખ પદ માટે ધર્મેન્દ્રસિંહ જાડેજા નું ફોર્મ રજુ થયેલું માટે એક એક ફોર્મ રજુ થતા વાંકાનેર નગર પાલિકાના પ્રમુખ તરીકે રમેશભાઈ વોરા અને ઉપપ્રમુખ તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજા ને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.

- text

વાંકાનેર નગરપાલિકાની આ ચુંટણીમાં ભાજપની સ્પષ્ટ બહુમતી હોવાથી પ્રમુખ તરીકે રમેશભાઈ વોરા અને ઉપપ્રમુખ તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજા ચૂંટાયા છે. વાંકાનેરના સાત વોર્ડની ૨૮ બેઠકોમાંથી ભાજપે ૨૭ પર કબજો કર્યો હોય અને પ્રમુખ અને ઉપપ્રમુખ ની ટર્મ પૂર્ણ થતા નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે જે અઢી વર્ષ સુધી શાસનની ધુરા સંભાળશે.

- text