હળવદ શિશુમંદિર શાળામાં બાળકો માટે ટ્રાઇસીકલ સ્પર્ધા યોજાઈ

- text


હળવદ : રાષ્ટ્રવંદના કાર્યક્રમ નિમિતે હળવદ શિશુ મંદિર દ્વારા આજરોજ નાના બાળકોની ત્રણ પૈડાવાળી સાયકલ સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં ૭૫ બાળકોએ ભાગ લીધો હતો. સંતરામ સરસ્વતી શિશુ વાટિકામાં યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં સેકડો લોકોએ ભાગ લઈને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ માં ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહન પુરસ્કાર આપવામાં આવેલ અને પ્રથમ ત્રણ નંબરને પુરસ્કારમાં સાયકલઓ આપવામાં આવેલ હતી.આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે હીનાબેન મહેતા, ઉર્વશીબેન ત્રિવેદી, તથા જાગૃતિબેન દવે રહ્યા હતા.

આ પ્રસંગે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ઘનશ્યામભાઈ દવેએ શિશુમંદિર સામાજિક ચેતનાનું કેન્દ્ર છે અને એ નાતે વખતો વખત આવા કાર્યક્રમોના માધ્યમથી લોકોને પ્રશિક્ષિત કરવા સાથે સમાજ ને રાષ્ટ્ર ધર્મ અંગેના સિદ્ધાંતોની સમજ આપી હતી. પુરસ્કારમાં આપવામાં આવેલ ત્રણેય સાયકલો લંડનવાળા ભરતભાઈ દવે તરફથી આપવામાં આવેલ હતી આ પ્રસંગે દરેક બાળકને વોટર બેગ, પાટી, પેન પ્રોત્સાહન રૂપે આપવામાં આવ્યા હતા.

- text

સોનીવાડ શિશુમંદિર દ્વારા વ્યાપક સંપર્ક અભિયાન કરીને અને બધાને આ કાર્યક્રમમાં જોડવા માટે પ્રોત્સાહન પૂરું પાડી અને શ્રેષ્ઠ યોગદાન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમના સંયોજક જાગૃતિબેન દવે, સંગીતાબેન રાવલ તથા શીશુમંદિર સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઘનશ્યામભાઈ દવેએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું અને વિદ્યા ભારતીના લક્ક્ષ્ય મુજબ શિક્ષણના માધ્યમથી સામાજિક પરિવર્તનના લક્ષ્યને સાકાર કરવામાટે સેવા ભાવી લોકોએ આગળ આવી અને રાષ્ટ્ર કાર્યમાં જોડાય અને સ્વાર્થથી પર રહીને શિશુમંદિર ની ટીમ કાર્ય કરે છે . તેને સમર્થન આપવા અપીલ કરી હતી . વિવિધ કાર્યક્રમો દ્વારા સામાજિક ઘડતરનું કાર્ય શિશુમંદિર કરતું હોવાનું જણાવ્યું હતું.

જે અંતર્ગત આ કાર્યક્રમ સમાજને સમર્પણ કરીએ છીએ તથા દાતાઓને ધન્યવાદ આપ્યા હતા અને રંગેચંગે શ્રેષ્ઠ કાર્યક્રમ નું આયોજન કરવામાં આપ્યું હતું. આ સ્પર્ધામાં પ્રથમ ત્રણ વિજેતાઓમાં (૧) ભવ્ય વિજયભાઈ દવે,
(૨) દેવર્ષ ભાવેશભાઈ દવે તથા
(૩) આદિત્યરાજ રવીરાજસિહ પરમાર વિજેતા બનતા પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા.

- text